વલસાડ જિલ્લામાં યોજાયેલી મતદાર જાગૃતિ ઓનલાઇન ચિત્ર સ્‍પર્ધાનું પરિણામ જાહેર

માહિતી બ્‍યુરોઃ વલસાડઃ તા.૨૧: વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને કલેક્‍ટર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે ૧૮૧-કપરાડા (અ.જ.જા) વિધાનસભા મતદાર વિસ્‍તારની ચૂંટણી સંદર્ભે મતદાર જાગૃતિ સંદર્ભે ઓનલાઇન ચિત્ર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ચિત્ર સ્‍પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી પ્રાથમિક વિભાગમાં ૪૭૨, માધ્‍યમિક વિભાગમાં ૫૧૭ અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગમાં ૧૬૧ મળી કુલ ૧૧૫૦ વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. ત્રણેય વિભાગમાં એક થી પાંચ વિજેતાઓ જાહેર કરાયા હતા. આ તમામ વિજેતાઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે. સમગ્ર સ્‍પર્ધાનું નિર્ણાયક કાર્ય વલસાડ જિલ્લા કલા સંઘના પ્રમુખ, મંત્રી અને તેમની ટીમના નવ ચિત્ર શિક્ષકો મળીને પૂર્ણ કરાયું હતું. આ સ્‍પર્ધાનું સંપૂર્ણ આયોજન સ્‍વીપ નોડલ અધિકારીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયા અને જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા દ્વારા કરાયું હતું.
પ્રાથમિક વિભાગમાં પ્રથમ આર.જે.ડી. દમણવાલા સ્‍કૂલ પારડીની લીઝા મહેશભાઇ પટેલ, દ્વિતીય હરીનંદન સ્‍મૃતિ પ્રા.શાળા ઊંટડીની હર્ષી ભરતભાઇ પટેલ, તૃતીય સ્‍થાને રાધાબા શ્‍યામલાલ પટેલ હાઇસ્‍કૂલ, ધરમપુરની જાકરાની અફરોઝબાનુ નાઝીરભાઇ, ચોથા સ્‍થાને શેઠ આર.જે.જે. ઇ.મી. સ્‍કૂલ, વલસાડના શિવાંગ સુનિલભાઇ પટેલ અને પાંચમા ક્રમે આઝાદનગર હિન્‍દી સ્‍કૂલ, વાપીના રાજબહાર અજીત રામસરન વિજેતા થયા હતા.
માધ્‍યમિક વિભાગમાં પ્રથમ સ્‍થાને સ્‍વામીનારાયણ હાઇસ્‍કૂલ, સલવાવની ગોસ્‍વામી અર્ચના વિલેશગીરી, દ્વિતીય સ્‍થાને ડી.આર.પટેલ સાર્વજનિક હાઇસ્‍કૂલ, દાંડીની ટંડેલ વૃર્તી બળવંતભાઇ, ત્રીજા સ્‍થાને શ્રમજીવી માધ્‍યમિક શાળા, વલસાડની ટીષા યોગેશકુમાર પટેલ, ચોથા સ્‍થાને એકલવ્‍ય મોડેલ સ્‍કૂલ, કપરાડાની આયુષી ડી.પટેલ અને પાંચમા સ્‍થાને કે.બી.ડી. હાઇસ્‍કૂલ સરીગામની રિદ્ધિ હરેશભાઇ ફુલતરીયા વિજેતા જાહેર થયા હતા.
ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગમાં પ્રથમ સ્‍થાને વોક ટુ ગેધર માધ્‍યમિક અને ઉ.મા. શાળા નાની વહિયાળની સુહાની ભરતભાઇ વારલી, દ્વિતીય ભાસ્‍કર ધ્રુતિ વિદ્યાલય, પારડીના અંકિત પટેલ, તૃતીય સ્‍થાને ઉપાસના લાયન ઇ.મી. સ્‍કૂલ વાપીના રાય રાહુલકુમાર, ચોથા સ્‍થાને શેઠ જી.એચ.એન્‍ડ ડી.આર. સાર્વ. હાઇ. બગવાડા, ઉમરગામની સુહાની મહેશભાઇ નાયક તેમજ પાંચમા સ્‍થાને શાહ જી.એમ.ડી. સાર્વ. હાઇસ્‍કૂલ, મોટાપોંઢાની દિર્તિક્ષા કલ્‍પેશભાઇ પટેલ વિજેતા જાહેર થયા હતા.
Print Friendly, PDF & Email

Shyamji Mishra Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

पं अजय भट्टाचार्य बिजूका स्वागत

Wed Oct 21 , 2020
ग्रामीण भारत में खेतों में आदमकद पुतले पशु-पक्षियों को भगाने के लिए लगाये जाते हैं जिन्हें बिजूका कहा जाता है। बिहार के गया जिले के वजीरगंज विधानसभा क्षेत्र के करजरा गांव में नेताओं के स्वागत के लिए खेतों में बिजूका खड़े दिखाई दे रहे हैं। गांव में प्रत्याशी वोट मांगने […]