ગર્ભવતી મહિલાને મુશ્‍કેલીમાંથી ઉગારતી ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન

વલસાડ શહેરના નજીકના ગામથી ત્રાહિત વ્‍યકિતએ ફોન કરી જણાવ્‍યું હતુ કે એક ગર્ભવતી મહિલા તેના પરિવાર સાથે મુશ્‍કેલીમાં છે. ફોન નો કોલ મળતાની સાથે ૧૮૧ ની ટીમ સ્‍થળ ઉપર પહોંચી હતી.
બનાવની વિગત એવી હતી કે મહિલાને પાંચ વર્ષનો દીકરો અને હાલમાં પાંચ માસનો ગર્ભ છે. તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. તેનો પતિ વ્‍યસની હોઇ પાડોશી મિત્ર સાથે રહીને વ્‍યસન કરતો હતો. જયારે પણ પતિ-પત્‍નિ વચ્‍ચે ઝગડો થાય ત્‍યારે આ પાડોશી પણ વચ્‍ચે પડી મહિલાને ત્રાસ આપવાની સાથે આ મહિલા સાથે દુર્વ્‍યવહાર પણ કરતો હતો. જેથી પાડોશી વિરૂધ્‍ધ રૂરલ પોલીસ ચોકીમાં અરજી આપી હતી. પીડિત મહિલાના પરિવાર અને પાડોશીના વારંવારના ઝગડાને કારણે મકાન માલિકે ભાડાનું ઘર ખાલી કરાવી નાખ્‍યું હતું. જેથી આ ગર્ભવતી મહિલા પોતાના પરિવાર સાથે રસ્‍તા ઉપર આવી ગયા હતા.
આ બનાવની સઘળી માહિતી મેળવી ૧૮૧ મહિલા હેલ્‍પલાઇનની ટીમે તમામનું કાઉન્‍સેલિંગ કરી બધા પક્ષોને કાયદાકીય સમજણ આપી હતી. આ ઉપરાંત પતિને વ્‍યસનથી દુર રહેવા અને પરિવારની સંપૂર્ણ જવાબદારી અદા કરવા તેમજ હેરાન નહીં કરવા તથા પાડોશીને પતિ-પત્‍નીના પારિવારિક ઝઘડામાં દખલગીરી નહીં કરવા તેમજ આ મહિલા સાથે દુર્વ્‍યવહાર પણ નહીં કરવાની બાહેંધરી અપાવી હતી. મકાન માલિક સાથે પણ આ બાબતે પરામર્શ કરી આ મહિલાને નાનું બાળક અને ગર્ભવતી હોવાથી પિતાની ભૂલના કારણે બાળકોને ભવિષ્‍યમાં કોઇ મુશ્‍કેલી ન પડે તેમજ ગરીબ પરિવાર પ્રત્‍યે માનવતાભર્યુ વલણ રાખવા જણાવતાં મકાનમાલિકે સહાનુભૂતિ રાખી પીડીતાના પરિવારને રહેવા માટે મંજુરી આપી હતી. આમ ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન દ્વારા ગર્ભવતી મહિલાને આવી પડેલી મુશ્‍કેલીમાંથી ઉગારી હતી.
Print Friendly, PDF & Email

Shyamji Mishra Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વલસાડ જિલ્લામાં યોજાયેલી મતદાર જાગૃતિ ઓનલાઇન ચિત્ર સ્‍પર્ધાનું પરિણામ જાહેર

Wed Oct 21 , 2020
માહિતી બ્‍યુરોઃ વલસાડઃ તા.૨૧: વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને કલેક્‍ટર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે ૧૮૧-કપરાડા (અ.જ.જા) વિધાનસભા મતદાર વિસ્‍તારની ચૂંટણી સંદર્ભે મતદાર જાગૃતિ સંદર્ભે ઓનલાઇન ચિત્ર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ચિત્ર સ્‍પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી પ્રાથમિક વિભાગમાં ૪૭૨, માધ્‍યમિક વિભાગમાં ૫૧૭ અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગમાં ૧૬૧ મળી કુલ ૧૧૫૦ વિદ્યાર્થીઓએ […]