વાવાઝોડાને અનુલક્ષીને સંપૂર્ણ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટને સાબદું- વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણ

===

વલસાડ જિલ્લામાં મહા વાવાઝોડાને અનુલક્ષીને વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તેમજ વાવઝોડા પછીની તૈયારીઓ માટે ખાસ સૂચનાઓ આપવાની સાથે તમામ અધિકારીઓને હેડકવાર્ટરમાં રહેવા વલસાડ જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણે ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટની કલેક્‍ટરાલય ખાતે મળેલી બેઠકમાં જણાવ્‍યું હતું. વાવાઝોડાને અનુલક્ષીને સંપૂર્ણ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટને સાબદું કરવામાં આવ્‍યું છે.

વાવાઝોડા દરમિયાન હોર્ડિંગ્‍સ, પતરાં ઉડવાની સંભાવના રહેલી છે. જિલ્લાના વિવિધ સ્‍થળોએ નમેલા ઝાડ પડી જવાની સંભાવના હોય તેની વન વિભાગને તકેદારી રાખવા તેમજ માછીમારોએ વાવાઝોડાના સમય દરમિયાન દરિયામાં ન જવા, બચાવ કામગીરી માટે ટીમો તૈયાર રાખવા, આરોગ્‍ય વિભાગના કર્મીઓએ પ્રાથમિક સારવારની કીટ સાથે એમ્‍બ્‍યુલન્‍સ સાથે તૈયાર રાખવા, કોસ્‍ટલ હાઇવે નજીકના ગામોમાં સતર્કતા રાખવા, સસ્‍તા અનાજના દુકાનનો જથ્‍થો પહોંચતો કરવા, પ્રાથમિક શાળાઓ ખુલ્લી રાખવા, ટેલીફોન સેવા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે.સી.બી. ડમ્‍પર તૈયાર રાખવા, જે અધિકારીઓને વિસ્‍તાર ફાળવાયો છે, તે વિસ્‍તારનું સતત મોનિટરિંગ કરી ડિઝાસ્‍ટર વિભાગ સાથે લાયઝનમાં રહેવા, ગ્રામસેવક, તલાટીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમના વિસ્‍તારમાં સતત દેખરેખ રાખવા તેમજ નુકસાનના સર્વે માટે ટીમો કરી સતત મોનિટરિંગ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારી જાસ્‍મિનકુમારી, નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Print Friendly, PDF & Email

By admin

Leave a Reply

Your email address will not be published.