વલસાડ શહેરના હાલર સ્‍થિત પાદરદેવી મંદિર ખાતે શરદપૂનમ અવસરે માતારાનીની ચુંદડીયાત્રા અને ધ્‍વજા અર્પણ કાર્યક્રમમાં વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે વિશેષ ઉપસ્‍થિત રહી માતા રાનીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્‍યા હતા.

આ અવસરે આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે શરદપૂનમની સૌને શુભેચ્‍છા પાઠવી માતાજી સૌનું આરોગ્‍ય સારું રાખે આશીર્વચન પાઠવ્‍યા હતા.

આ અવસરે સ્‍વચ્‍છ ભારત અભિયાન અંતર્ગત હાલર નવયુવક મંડળ દ્વારા ૪૦૦ કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું. એન.અસ.એસ. આર્ટસ કૉલેજ વલસાડ, એન.સી.સી. સાયન્‍સ કૉલેજના વિદ્યાર્થીઓએ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ન કરવા અંગેના બેનરો થકી જાગૃતિ ફેલાવી હતી.

આ અવસરે કથાકાર વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ પંકજભાઇ આહિર, પ્રફુલભાઇ શુક્‍લ, શદરભાઇ વ્‍યાસ, પ્રિતીબેન પાંડે, શિવજી મહારાજ, ઉમિયા સોશીયલ ગ્રૂપ, રોટરી કલબ, પતંજલી, એન.અસ.એસ. આર્ટસ કૉલેજ વલસાડ, એન.સી.સી. સાયન્‍સ કૉલેજ, રજપૂત સમાજ, જલાસાઇ જનસેવા ટ્રસ્‍ટ સહિત નગરજનો, માતાજીના ભક્‍તો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

Print Friendly, PDF & Email

By admin

Leave a Reply

Your email address will not be published.