સાંસદ ડૉ કે સી પટેલ દ્વારા વલસાડ માં ફૂટપ્લાજા રેસ્ટોરન્ટ ના ઉદઘાટન

વલસાડ  /વલસાડ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર તા.5/10/2019 ના રોજ એક મોટી અને સરસ રેસ્ટોરન્ટ નુ ઉદ્ધાટન માનનીય સાંસદ શ્રી ડૉ.કે.સી.પટેલ વલસાડ જિલ્લા,માનનીય ભા.જ.પ.જીલ્લાના પ્રમુખ શ્રી અને પારડી ના ધારાસભ્ય શ્રી  કનુભાઈ દેસાઈ, વલસાડ ના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ ,વલસાડ નગરપાલિકા ના પ્રમુખ શ્રી પંકજભાઇ આહિર,વલસાડ નગરપાલિકા ના માજી પ્રમુખ શ્રી અને હાલના નગરપાલિકા ના શાસક પક્ષના નેતા શ્રી સોનલબેન સોલંકી (જૈન),રેલ્વેના એરીયા મેનેજર શ્રી ઓમ ત્યાગી,ના શુભ હસ્તે કરવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટ ના સંચાલક શ્રી હિતેશભાઈ પટેલ (ચુલા હોટલ) ધ્વારા કરવામાં આવનાર છે આ રેસ્ટોરન્ટ નુ નામ (ફુરુડ પ્લાઝા-ફુરુડ ટ્રેક) રાખવામાં આવ્યુ છે .મિત્રો આ રેસ્ટોરન્ટ મા મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ કેતન શાહ (જયસ્વાલ)નગરપાલિકા વલસાડ ના વિરોધ પક્ષના નેતાશ્રી ગિરીશ દેસાઇ, નગરપાલિકા ના સભ્ય હેતલ બેન ,નગરપાલિકા સભ્ય શ્રી મનિષા બેન,નગરપાલિકા ના સભ્ય શ્રી પ્રવિણ પટેલ,નગરપાલિકા ના સભ્ય શ્રી દિવિયા પટેલ,માજી સભ્ય શ્રી નગરપાલિકા કલ્પેશ પટેલ,મન્નત ના રાજા ના પ્રમુખ શ્રી રિયાઝ અજમેરી,.માજી સભ્ય શ્રી ધર્મીન શાહ, ભાગડા વડા વલસાડ ના ઉપસરપંચ શ્રી ગોરવભાઈ આહીર,રાઈઝીંગ ચેરિટેબલ ટરસ ના મુખ્ય સંચાલક શ્રી સમીર દેસાઈ ,તથા વલસાડ રેલ્વેના તમામ અધીકારી શ્રી ઓ તથા વલસાડ ની મોટી સંખ્યામાં હાજર જનતા ની હાજરી મા થયું છે.મિત્રો આ રેસ્ટોરન્ટ સુરત પછી વલસાડ મા પહેલી છે જેમા વડાપાઊ, ઠંડા પીણા,વેફર ,પાણી,બિસ્કીટ,સમોસા,પાઉં ભાજી, સેન્ડવીચ, બર્ગર પીઝા, જમવાની ફુલ થાળી,એમ દરેક ખાણીપીણી ની યવસથા એસી.રુમમાં બેસીને રાખવામાં આવી છે.

ખાસ કરીને આ રેસ્ટોરન્ટ 24 કલાક 365 દિવસ ચાલુ રહેશે .વલસાડ મા અડધી રાત્રે કોય પણ ખાણીપીણી ની વસ્તુ મલી રહેશે..કે રાત્રે બર્થ ડે ની ઊજવણી પણ પરીવાર સાથે કરી શકાય એવી સરસ સગવડ કરી છે.મિત્રો પરીવાર સાથે એકવાર ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા છે.

Print Friendly, PDF & Email

By admin

Leave a Reply

Your email address will not be published.